કોંગ્રેસને પાયાના સ્તરેથી મજબૂત બનાવવા આકરા નિર્ણયો લેવા પડશેઃ ખડગે
કોંગ્રેસને પાયાના સ્તરેથી મજબૂત બનાવવા આકરા નિર્ણયો લેવા પડશેઃ ખડગે
Blog Article
મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીમાં મળેલી હારનું મંથન કરવા દિલ્હીમાં કોંગ્રેસના ટોચના નેતાઓની બેઠકમાં પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત કરવા માટે આકરા નિર્ણયો લેવા પડશે, જવાબદારી નિશ્ચિત કરવી પડશે તથા નેતાઓએ એકજૂથ રહીને એકબીજાની વિરુદ્ધ નિવેદનો કરવાથી દૂર રહેવું પડશે.
AICC હેડક્વાર્ટર ખાતે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં તેમના સંબોધનમાં ખડગેએ જણાવ્યું હતું કે તેઓ માને છે કે EVMએ ચૂંટણી પ્રક્રિયાને શંકાસ્પદ બનાવી દીધી છે. ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી છે કે તે દેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરે.
તેમણે જણાવ્યું હતું કે પાર્ટીને મજબૂત કરવા માટે પાર્ટીએ પાયાના સ્તરેથી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)માં ફેરફાર કરવા પડશે. લોકસભા ચૂંટણીમાં સારા પરિણામ બાદ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ પાર્ટીને ઝટકો આપ્યો છે.રાજ્યની ચૂંટણીઓમાં અપેક્ષાથી ઓછા પ્રદર્શનને કારણે કેટલાક કડક નિર્ણયો લેવા પડશે. કોંગ્રેસ નવા ઉત્સાહ સાથે વિધાનસભાની ચૂંટણીમાં ઉતરી હતી પરંતુ ચૂંટણીના પરિણામો પક્ષની અપેક્ષા મુજબના ન હતાં. વિધાનસભાની ચૂંટણીનું પરિણામ રાજકીય પંડિતોની પણ સમજની બહાર છે. જે પ્રકારના પરિણામો આવ્યા છે તેને કોઈ અંકગણિત ન્યાયી ઠેરવી શકે નહીં